‘ધ કેરલા સ્ટોરી‘ 200 કરોડનો આંકડો પાર કરવાથી માત્ર એક જ ડગલું દૂર છે, આજે એટલે કે સોમવારનો કલેક્શન આ ફિલ્મને ૨૦૦ કરોડમાં કન્ફર્મ એન્ટ્રી આપવા જઈ રહ્યું છે. તેમને જણાવી દઈએ કે ‘ધ કેરલા સ્ટોરી’ આ વર્ષની બીજી ફિલ્મ બનવા જઈ રહી છે, જે 200 કરોડના આંકડાની સ્પર્શ કરવા જઈ રહી છે.

Box Office Collection : ‘ધ કેટલા સ્ટોરી’ રિલીઝ થયા ને ત્રણ અઠવાડિયા વીતી ગયા છે 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અજાયબીઓ કરી છે આ ફિલ્મે તેની વાર્તા સાથે લાખો લોકોના મન પર છાપ છોડી છે જેના કારણે લોકો હવે ફિલ્મ વિશે વિચારવા માટે મજબૂર છે ઘણા લોકોના મતે આ ફિલ્મ એક પ્રચાર છે તો ઘણા લોકો એવું પણ માને છે કે આ વાર્તામાં કંઈક સત્ય છે. ત્રણ રવિવાર પછી પણ લોકો આ તેમના પરિવાર સાથે “ધ કેરલા સ્ટોરી” જોવા માટે સતત જઈ રહ્યા છે. ફિલ્મની આસપાસના વિવાદો પણ ફિલ્મને બગાડી શક્યા નથી જોકે હવે એવું અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ લઈને જેટલો વિવાદ થશે તેટલો જ મોટો બિઝનેસ પણ રહેશે. “ધ કેરલા સ્ટોરી” સિવાયની આ સીન શાહરુખ ખાનની પઠાણ દરમિયાન પણ જોવા મળ્યો હતો અને તેનું પરિણામ બધાને સામે જ છે.
17 માં દિવસે જ ‘ધ કેરલા સ્ટોરી’ એ કર્યો 11 કરોડનો ધમાકેદારબિઝનેસ
આપણે જો ‘ધ કેરલા સ્ટોરી’ની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મને રવિવારે એટલે કે તેની રિલીઝ ના 17 માં દિવસે ધમાકેદાર કલેક્શન કરીને બધાને પ્રભાવિત કર્યા છે. એક રિપોર્ટ અનુસાર કેરલા સ્ટોરી 17 માં દિવસે જ 11 કરોડનો ધમાકેદાર બિઝનેસ કર્યો છે જોકાવી દેનારા આ આંકડાઓ છે જોકે એવી આશા હતી કે રવિવારે ફિલ્મ 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરશે પરંતુ કુલ આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીની ફિલ્મ 198.47 કરોડની કમાણી કરી દીધી છે