Sunny Leone એ કાન્સ માં હાઈ સ્લિટ ડ્રેસમાં ડેબ્યુ કર્યું અને વિખેર્યો ઝલવો બાર્બી ડોલ બનીને

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોનીએ (Sunny Leone) ખૂબસૂરત અને સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને કાન્સ (Cannes 2023)માં ડેબ્યૂ કર્યુ. તેની ખૂબસૂરતીની પહેલી ઝલક જોતા જ કેમેરા તેના પર અટકી ગયા.

Sunny Leone એ કાન્સ માં હાઈ સ્લિટ ડ્રેસમાં ડેબ્યુ કર્યું અને વિખેર્યો ઝલવો બાર્બી ડોલ બનીને

આજકાલ ફિલ્મી ગલીઓમાં ચારેતરફ કાન્સ (Cannes 2023) ફિલ્મ ફેસ્ટિવલ ને લઇને ચર્ચાઓ ચાલુ છે. આ ઇવેન્ટ પર ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પોતાના સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લેતા અને ફોટોશૂટ કરાવતા જોવા મળી રહે છે.

આ વર્ષ બોલિવૂડ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વખતે ઘણી એક્ટ્રેસીસે કાન્સ પર ડેબ્યૂ કર્યુ છે, જેમાંથી એક sunny leone પણ છે.

સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને જોવા મળી રહી છે. સનીના નવા ફોટોઝ જોઇને ફેન્સ તેના લુક પર ક્રેઝી થતાં જોવા મળી રહ્યાં છે.

કાન્સથી સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ  કેટલીક તસવીરો શેર કરી ,જેમાં તે ગ્રીન કલરના સ્લિટ ડ્રેસમાં સની દરિયા કિનારે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે.

તેનો પહેલો દિવસ કેવો રહ્યો

આ તસવીરો સાથે સનીએ જણાવ્યું કે તેનો પહેલો દિવસ કેવો રહ્યો. સનીએ કહ્યું કે કાન્સમાં ફર્સ્ટ ડે ઇન્ટરવ્યુ કરતાં પસાર થયો. સનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જણાવી દઇએ કે સનીએ આ ડ્રેસ પણ કાન્સ સાથે જોડાયેલા ઇન્ટરવ્યુ માટે જ પહેર્યો હતો. તેના રેડ કાર્પેટ ડ્રેસની તસવીરો આવવાની હજુ બાકી છે. સની લિયોનીની આ તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સની આ ગ્રીન ડ્રેસમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે, આ જ કારણ છે કે ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. આ ફોટોઝ પર મળી રહેલી કોમેન્ટ્સ જોઇએ તો એક યુઝરે લખ્યું, આ થઇ ને વાત, બોલિવૂડની બાર્બી ડોલ.અન્ય એક યુઝરે લખ્યું  હવે કાન્સમાં આગ લાગશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે તુર્કી-સીરિયામાં ભૂકંપ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેના માટે કપલ તેમની કમાણીમાંથી 10% રકમ દાન કરશે.

Leave a comment