Stock Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારીની શરૂઆત પણ આજે નબળી થઈ છે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી આજે લાલ નિશાન નીચે ખુલ્યા છે છેલ્લા સત્રમાં શેર બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં ત્રણ દિવસ બાદ તેજી નોંધાય હતી.

Today’s Stock Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેર બજારના સાપ્તાહિક કારોબારની શરૂઆત પણ આજે નબળી થઈ જોકે ગણતરીના સમયમાં ખરીદી પણ દેખાઈ હતી. બંને મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ અને નિફ્ટી આજે લાલ નિશાન નીચે ખુલ્યા હતા. છેલ્લા સત્રમાં શેર બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલાં શુક્રવારે ભારતીય બજારમાં ત્રણ દિવસ બાદ તેજી નોંધાય હતી BSE સેન્સેક્સ લગભગ 300 પોઇન્ટના વધારા સાથે 61,769 પર બંધ થયો નિફ્ટી 73 પોઇન્ટ વધીને 18,200 થી 200 ની ઉપર બંધ થયો હતો અને નિફ્ટી 73 પોઇન્ટ વધીને 18,200 ની ઉપર બંધ થયો હતો
ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરો વાળા સેન્સેક્સ માં 298 પોઇન્ટ 22 અથવા 0.48 ટકાનો ઘટાડો થયો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી પણ 111.4. અથવા 0.60 ટકા તૂટ્યો હતો આજે સેન્સેક્સ 149.90 અથવા 0.24% ઘટાડા સાથે 61579.78 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો ઇન્ડેક્સ ઉપર કારોબાર નો પ્રારંભ કર્યો હતો ઇન્ડેક્સમાં 18,201.10 ની સપાટીએ શરૂઆત સમયે 2.30 અંક અથવા 0.013 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
શેર બજાર ની સ્થિતિ (9:29 AM , 22-5-2023) | ||
SENSEX | 61854.23 | +124.55 (0.20%) |
NIFTY | 18250.80 | + 47.40 (0.26%) |
સોમવારે શેર બજારની શરૂઆત નબળી પડી હતી જોકે શેરબજારની શરૂઆતની નબળાઈ બાદ મામુલી મજબૂતી પણ જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ લગભગ 100 પોઇન્ટ ની મજબૂતાઈ સાથે 61800 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે નિફ્ટી પણ 18250 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે બજારમાં મેટલ અને આઇટી શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે નિફ્ટીમાં અદાણી ગ્રુપના શેરમાં તેજી છે જેમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની આજે એક વર્ષ પૂર્ણ થયું
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર જ છે મહાનગરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે નવી દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.72 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 માં પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે કલકત્તામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 પ્રતિ લીટર ના ભાવે વેચાઈ રહ્યું છે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે.
વૈશ્વિક સંકેત નબળા મળ્યા
વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો નકારાત્મક છે એસજીએક્સ નિફ્ટી પણ નબળો ખુલ્યો છે અમેરિકન વાયદા બજારમાં પણ નરમાઈ જોવા મળી રહી છે જોકે એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી કોરિયા નો કોમ્પી મામુલી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે