વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવન નો ઉદ્ઘાટન કરશે આ અવસર પર પીએમ સંસદ ભવન ના નિર્માણમાં યોગદાન આપનારા ૬૦ હજાર કર્મચારીઓનું પણ સન્માન કરશે.

New Delhi : દેશ ના નવા સંસદ ભવન નો ઉદ્ઘાટન 28 મેના રોજ શ્રી માનનીય નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે બિલ્ડીંગ નો ઉદ્ઘાટન પણ કરશે પરંતુ હવે આ સુંદર ઈમારતને લઈને દેશમાં રાજકારણ શરૂ થતું જણાય છે વિપક્ષ પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે. દેશના ગૃહ મંત્રી અમિત શાહે મીડિયા ને સંબોધન કરતા કહ્યું છે કે 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
ગૃહ મંત્રી અમિત શાહ એ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવતા કહ્યું કે વડાપ્રધાન શ્રી માનનીય મોદી 28 મેના રોજ નવા સંસદ ભવન નો ઉદ્ઘાટન કરશે આ અવસર પર પીએમ સંસદભવનના નિર્માણમાં યોગદાન આપનારા ૬૦ હજાર શ્રમયોગીઓને પણ સન્માનિત કરશે.

ઐતિહાસિક પરંપરા પુનર્જીવિત
અમિત શાહે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ ‘સ્વતંત્રતા અમૃતકાળ’ માં કેટલાક લક્ષણો નક્કી કર્યા હતા. જેમાંથી એક પ્રાચીન પરંપરા નું સન્માન કરવાનું હતું અને તેથી જ નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે એક ઐતિહાસિક પરંપરાને પણ જીવંત કરવામાં આવશે નવા સંસદના ઉદ્ઘાટનના પ્રસંગે ઐતિહાસિક પરંપરા પુનર્જીવિત થશે આની પાછળ યુગોની જોડાયેલી પરંપરા પણ છે અને તામિલમાં સંગોલ પણ કહેવામાં આવે છે આનો અર્થ છે સંપન્ન
‘સેંગોલે આપણા ઈતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી’
ગ્રુહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે સેંગોલને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. સંસદ જે દિવસે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે તે દિવસે તમિલનાડુ થી આવેલા વિદ્વાનો દ્વારા પીએમ ને પણ આપવામાં આવશે. જે બાદ હંમેશા માટે સંસદમાં રાખવામાં આવશે 14 ઓગસ્ટ 1947ના રોજ એક અનોખી ઘટના બની હતી 75 વર્ષ પછી આજે પણ દેશના મોટા ભાગના નાગરિકોને તેની જાણ નથી.
અમિત સાહેબ વધુમાં જણાવતા કહ્યું કે સેંગોલ આપણા ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ સેંગલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું.
પીએમ મોદીને જ્યારે આ અંગેની માહિતી મળી તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી પછી નક્કી કરવામાં આવ્યું કે તેને દેશ સમક્ષ મૂકવામાં આવે આ માટે નવા સંસદ ભવનના ઉદઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.