2000 ની નોટ ગુજરાતના પેટ્રોલ પંપ પર વટાવવાનો જો તમે વિચારો છો તો વાંચો અમારો રિયાલિટી ચેક

અમદાવાદમાં એક પેટ્રોલ પંપ પર ના ગ્રાહક સાથે અમારી ટીમ એ વાત કરતા તેમણે જણાવ્યું કે મારી પાસેથી તે પેટ્રોલ પંપ પર 2000 ની નોટ સ્વીકારી લીધી છે.

2000 ની નોટ ગુજરાતના પેટ્રોલ પંપ પર વટાવવાનો જો તમે વિચારો છો તો વાંચો અમારો રિયાલિટી ચેક

સુરત/અમદાવાદ  :  દેશમાં જ્યારથી જાહેર કરવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે ત્યારથી લોકોમાં ચિંતા દિવસેને દિવસે વધી રહી છે કે હવે શું થશે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી હજી 30 સપ્ટેમ્બર સુધી આ નોટ ચલણમાં જ રહેશે આજથી તેને તમે બેંકો માં બદલાવી અને જમા પણ કરાવી શકો છો ત્યારે સોમવારે ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ ગ્રાહક પેટ્રોલ કે ડીઝલ ભરાવીને ₹2,000 ની નોટ આપે તો તેને સહર્ષ સ્વીકારવામાં આવશે આજે સવારે ન્યુઝ 18 ગુજરાતી દ્વારા સુરત અને અમદાવાદમાં કેટલાક પેટ્રોલ પંપ પર આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો. આજ સવારથી જ અમદાવાદ અને સુરતના પેટ્રોલ પંપ પર અનેક ગ્રાહકો  ₹2,000 લઈને આવી રહ્યા છે અને પેટ્રોલ પંપ દેશીકારી પણ રહ્યા છે

ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના અરવિંદભાઈ ઠક્કરે જણાવતા કહ્યું કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફથી 2009 માટે જે સૂચના જાહેર થઈ છે તે બાબતે અમારા ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ડીલરો અમારા ત્યાં કોઈપણ ગ્રાહકો પેટ્રોલ, ડીઝલ,લુબ્રિકેટિંગ  ઓઇલ સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સ્વીકારી લઈશું તેમજ સરકારી કાયદાનો અમે પાલન કરશો અને અમારા ગ્રાહકોને કોઈ તકલીફ પડવા દઈશું નહીં

અમદાવાદમાં એક પેટ્રોલ પંપ પર ના ગ્રાહક સાથે અમારી ટીમ એ વાત કરી અને તે વ્યક્તિએ જણાવ્યું કે મારી પાસેથી 2000 ની નોટ તે પેટ્રોલ પંપ પર સ્વીકારી  લીધી અને મને છુટા માટે સાઈડમાં ઊભું રહેવાનું કહ્યું. પેટ્રોલ પંપ દ્વારા કરી નહોતી.

અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર ના કર્મચારી અમારી સાથે વાતચીત મજા આવ્યું કે પહેલા કરતા 2000 ની નોટ આવવાનું પ્રમાણ વધી ગયું છે પાસેથી 2000 ની નોટ તારી સ્વીકારી જ લઈએ છીએ અમે ના પાડતા નથી

સુરત અને અમદાવાદમાં કોઈ જ કિસ્સો એવો બન્યો નથી કે 2000ની નોટ પેટ્રોલ પંપ પર સ્વીકારવામાં આવી ન હોય બધા લોકો 2000 રૂપિયા લઈ ને પેટ્રોલ પુરાવા આવતા હોય છે અને કર્મચારીઓ પણ તે નોટ સ્વીકારી લેતા હોય છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

RBI બેંકો ને છેલ્લા આપતા કહ્યું કે તમે તમારી નજીક આવેલી કોઈપણ બેંકમાં જઈને આ નોટ બદલાવી શકો છો તેના માટે તમારું ખાતું બેન્કમાં હોવું પણ જરૂરી નથી એક વારમાં તમે 20,000 રૂપિયા ની લિમિટ સુધી તે નોટ બદલી કરી શકો છો તે પોતાની તમામ બ્રાન્ચમાં પાયાની સુવિધાઓ આપશે જેમ કે ગરમીની સિઝન ચાલી રહી છે તો 2000ની નોટ બદલવા માટે આવતા લોકો માટે પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે સાથે લાઇનમાં ઊભા રહી શકે તે માટે છાયો પણ કરવામાં આવશે.

RBI ના ગવર્નર શક્તિકાન્ત દાસે આ અંગે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે સ્વચ્છ ચલણ નીતિ હેઠળ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવામાં આવી છે તેમણે કહેતા કહ્યું કે ₹2,000 ની નોટ નો નિર્ણય ચલણ વ્યવસ્થાપન નો એક ભાગ છે અને આ નોટો સિસ્ટમમાં એક વિશેષ હેતુ હેઠળ છે. શક્તિકાન્ત દાસે એવું પણ કહ્યું કે હાલમાં સિસ્ટમમાં 3.62 લાખ કરોડની 2000 રૂપિયાની નોટો ઉપલબ્ધ છે સેન્ટ્રલ બેન્કના ગવર્નરે કહ્યું કે બેંકોને નોટો બદલવાની સૂચના આપવામાં આવી છે આ વખતે નોટો બદલવા માટે વધારે ભીડ નહીં થાય સામાન્ય નાગરિકો માટે આ રાહતના સમાચાર છે કારણ કે તેમને નોટો બદલવા માટે લાંબી લાઈનમાં પણ ઉભું રહેવું પડશે ને એ લોકોને નોટો બદલવા માટે પૂરતો સમય મળશે.

આરબીઆઈ ગવર્નર ને પૂછવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ બેંકમાં 2,000 જમા કરાવવા જાય તો શું તેને પાનકાર્ડ આધારકાર્ડ એવા કોઈ પ્રુફ આપવા પડશે તેના પર તેણે કહ્યું કે 20000 રૂપિયા સુધી ડિપોઝિટ અથવા એક્સચેન્જ પર કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ની જરૂર પડશે નહીં. પરંતુ પહેલાની જેમ 50,000 જમા કરાવવા પર પાનકાર્ડ પ્રુફ માટે આપવુ ફરજિયાત છે

Leave a comment