
MI vs GT Qualifier 2 At અમદાવાદ : MI અને GT આજે IPL 2023ની બીજી ક્વોલિફાયરમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે, વિજેતા ટીમની ટક્કર CSK સાથે થશે. ચાલો, આજની મેચ પહેલા સંભવિત પ્લેઈંગ ઈલેવન અને બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ.
મુંબઈ 5 વખત ચેમ્પિયન રહી ચુક્યું છે
IPL 2023નો બીજી ક્વોલિફાયર MI અને GT વચ્ચે આજે રમાશે. ગુજરાત તેની છેલ્લી મેચ હાર્યા બાદ ટીમને ફાઈનલમાં પહોંચવાની વધુ એક તક મળી રહી છે, જ્યારે મુંબઈએ અગાઉની મેચ જીતી છે. આજની મેચમાં બંને ટીમો પોતપોતાની પૂરી તાકાત લગાવશે. આજની મેચ બન્ને ચેમ્પિયન ટીમો વચ્ચે થઈ રહી છે. જેમાં ગુજરાત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને મુંબઈ 5 વખત ચેમ્પિયન રહી ચુક્યું છે. આવો જાણીએ મેચ પહેલા સંભવિત પ્લેઇંગ ઇલેવન અને બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ. આજની મેટ એટલા માટે પણ મહત્વની છે કે ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. (GT)
બંને ટીમો વચ્ચેની મેચમાં ગુજરાત તરફથી શુબમન ગિલે 114 રન બનાવ્યા છે. આ જ સૂર્યકુમાર યાદવે મુંબઈ માટે 103 રન બનાવ્યા છે. વિકેટ લેવા મામલે રાશિદ ખાન ટોપ પર છે. જેણે મુંબઈ માટે 8 વિકેટ લીધી છે. આ રીતે પીયૂષ ચાવલાએ મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે કુલ 4 વિકેટ લીધી છે.
MI સંભવિત XI: ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, ક્રિસ જોર્ડન, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય અને આકાશ માધવાલ (AP)
GT સંભવિત XI: શુબમન ગિલ, રિદ્ધિમાન સાહા, વિજય શંકર, હાર્દિક પંડ્યા (C), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી અને અલઝારી જોસેફ(PIC: AP)