અમદાવાદ : SSC બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 64.62% આવ્યું છે. વર્ષ 2022 ની સરખામણીમાં આ વર્ષનું પરિણામ નીચું છે. ગયા વર્ષે 65.18% પરિણામ આવ્યું હતું એટલે કે વર્ષ 2022 કરતા આ વર્ષે પરિણામ સામાન્ય રીતે ઓછું આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવવાની શાળાઓ અને 30 ટકા કરતાં ઓછું પરિણામ આવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે 0% પરિણામ લાવનારી સ્કૂલોની સંખ્યા પણ વર્ષ 2022 કરતા વધી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેદવારો ને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. SSC ની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે. આ સિવાય શિક્ષણ મંત્રી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને જેઓ નાપાસ થયા છે તેમને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવી છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ તથા whatsapp સહિતના વિવિધ માધ્યમોથી જોઈ શકે છે. કેટલીક સ્કૂલો દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ટોટલ 958 પરીક્ષાના કેન્દ્ર યોજવામાં આવ્યા હતા પરીક્ષામાં કુલ નિયમિત ૭,૩૪,૮૯૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેનું પરિણામ 64.62 ટકા આવ્યું છે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા ના કુભારિયા છે ત્યાંનું પરિણામ 95.92% આવ્યું છે. જ્યારે સૌથી નીચું પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94% આવ્યું છે.
વર્ષ 2022 ની જેમ આ વર્ષે પણ સૌથી વધુ પરિણામ ધરાવતું જિલ્લો સુરત જ છે ત્યાંનું 76.45 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું જિલ્લો દાહોદ ત્યાં નું પરિણામ 40.75% આવ્યું છે જ્યારે ઝીરો પરિણામ મેળવનાર શાળાઓ વર્ષ 2022 માં 121 હતી જે આ વર્ષે વધીને 157 થઈ ગઈ છે.
આ વર્ષનું પરિણામ જાણ્યા બાદ અમદાવાદ રાજકોટ અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ એકતા જઈને ઉજવણી કરી રહ્યા છે સુરતમાં વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ જોયા બાદ ગરબા રમીને અને વેકેશન બાદ ફરી એકવાર સ્કૂલમાં એકઠા થઈને ઉજવણી પણ કરી રહ્યા છે.