
Manoj Bajpayee ની નવી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ને લઈને આજકાલ ચર્ચામાં છે. આપજે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેની સંપત્તિ અને તેની કમાણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે એક્ટરે મજેદાર જવાબ આપ્યો હતો
મનોજ બાજપેયી પોતાની નવી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ને લઈને આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ zee5 પર રિલીઝ થઈ ચૂકી છે. અને રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેવામાં મનોજ બાજપાઈ પણ આજકાલ ઘણા ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે. જેમાં તે પોતાના જીવન સાથે. જોડાયેલી ઘણી વાતો વિશે ખુલાસો કરી રહ્યો છે. જેના વિશે કદાચ જ કોઈ જાણતું હશે.
ઇન્ટરવ્યૂમાં જ્યારે મનોજ ને પૂછવામાં આવ્યું કે તેની પાસે 170 કરોડની સંપત્તિ છે તો તેણે તેના પર મજેદાર જવાબ આપતા કહ્યું કે જેનો વિડીયો ખૂબ જ વાયરલ પણ થયો છે મનોજ બાજપાઈ લગભગ ત્રણ દશકથી ફિલ્મમાં એક્ટિવ છે ઘણા સમયથી તે તમામ હીટ વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયા પર એક્ટરની કુલ સંપત્તિને લઈને ઘણા રિપોર્ટ વાયરલ થયા છે. લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જ્યારે મનોજને તેની 170 કરોડની સંપત્તિ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવતા કહ્યું કે, બાપ રે બાપ! અલીગઢ અને અલી ગુલીયાં કરીને? બિલકુલ નથી. પરંતુ હા ભગવાનની દયાથી એટલી સંપત્તિ જરૂર છે કે મારો અને મારી પત્નીનો બુઢાપો સારી રીતે પસાર થઈ જશે અને મારી દીકરી પણ આ સંપતિમાં સેટ થઈ જશે.
લાઇફસ્ટાઇલ વિષે શું વાત કરી ?
આ વાતચીતમાં મનોજ બાજપેયી પોતાની લાઇફસ્ટાઇલ વિષે પણ વાત કરી. એક્ટરે કહ્યું, હું સાઉથ મુંબઈનો નથી,બાંદ્રા નો પણ નથી. હું હજુ પણ લોખંડવાલા, અંધેરીમાં રહુ છું. હું હંમેશા કહું છું કે હું સિનેમા, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે નથી. મે એ પસંદ કર્યુ છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બાઉન્ડ્રી પર બેઠો છું. આ મારી પસંદગી છે.
જણાવી દઈએ કે બિહારના એક ગામમાં જન્મેલા મનોજ બાજપેયી માટે બોલિવૂડ સુપરસ્ટાર બનવા સુધીની સફર મુશ્કેલીઓ અને સંઘર્ષ થી ભરેલી રહી. તે મુંબઈ હીરો બનવા આવેલા મનોજ ને ઘણા રિજેકશન નો સામનો કરવો પડ્યો. એક્ટર હંમેશા પોતાના આ જ સંઘર્ષો વિશે વાત કરતો રહે છે.