સલમાન ખાન : સલમાન ખાનની સિક્યુરિટી તોડીને એક છોકરો એરપોર્ટ પર તેને મળવા દોડી આવ્યો, બોડીગાર્ડ શેરા પણ ચૂપચાપ ઊભો રહ્યો

હાલમાં જ મળેલી ધમકીયો બાદ સલમાનખાન ની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. જો કે આ દરમિયાન હાઈ સિક્યુરિટી હોવા છતાં ગુરુવારે એક બાળક તેમની પાસે મુંબઈ એરપોર્ટ પર દોડી આવ્યો. બધા જાણે છે કે સલમાનને બાળકો ખૂબ જ પસંદ છે આથી તેણે તે બાળકને પોતાની તરફ આવતો જોયો તો તે રોકાઈ ગયો અને હસીને તેને ભેટી પડ્યો સલમાન આઈફા  2023 માટે અબુ ધાબી જઈ રહ્યો હતો.

સલમાન ઉભો રહી ગયો

મુંબઈ એરપોર્ટ પર સલમાનને મળવા માટે એક બાળક તેની તરફ દોડી રહ્યો છે અભિનેતા ની નજર તેના પર પડતા જ તે રોકાઈ ગયો અને તેની ટીમને પણ રોકી દીધી જેથી બાળક તેમના સુધી પહોંચી શકે તેમણે પહેલા બાળક સાથે હાથ મિલાવ્યો અને પછી તેને ખૂબ જ પ્રેમથી ગળે લગાડ્યો આ ઘટના ઉપરાંત સલમાન ના નવા એ પણ ચાહકોને આકર્ષ્યા હતા. સલમાન અહીં બ્લેક જીન્સ અને ટીશર્ટ સાથે લેધર જેકેટમાં જોવા મળે છે.

યે હુઈ ના ભાઈ વાલી બાત

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને ફેન્સ સલમાનની ખુશખુશાલતા ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘યે હુઈ ના ભાઈ વાલી બાત’. તે જ સમયે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે, ‘તમે કેટલા અદ્ભુત માણસ છો’. આ સિવાય ઘણા ફેન્સ કમેન્ટ સેક્શનમાં સલમાનના લુકના વખાણ પણ કરી રહ્યા છે.

‘ટાઈગર 3’ આ વર્ષે રિલીઝ થશે


વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રીલિઝ થઈ હતી. તેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ છે જેમાં તે ઈમરાન હાશ્મી અને કેટરિના કૈફ સાથે જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 10 નવેમ્બરે રિલીઝ થશે. જેમાં શાહરુખ ખાન પણ કેમિયો રોલમાં જોવા મળશે.

Leave a comment